ભારતમાં ગરમી ઉનાળામાં અસહ્ય થઇ જાય છે, પરંતુ ઉત્તર ભારતના પહાડી સ્ટેશન તમારી સહાય કરે છે, જેમાં અદભૂત સ્થળો અને ઠંડી આબોહવા સાથે પહાડી જગ્યાઓ સાથે તમારું સ્વાગત કરવામાં આવે છે. ભારતમાં ખાસ કરીને ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના હિલ સ્ટેશન, લોકો માટે ચોક્કસપણે ઇન્દ્રિયોનો ઉપચાર બની રહે છે. અહીં કેટલાક સ્થળો છે જે તમને આશ્ચર્યચકિત કરી દેશે!
ઉત્તર ભારતના સુંદર હિલ સ્ટેશનો
1. મનાલી
મનાલીમાં ઘણી બાબતો છે, જેને ગોડ્સ વેલી તરીકે ઓળખાવામાં આવે છે. તમને સાહસિકતા અથવા શાંત વાતાવરણ ગમતું હોય, તો મનાલીમાં દરેક માટે કંઈક છે. કુલ્લુ ખીણના ઉત્તરીય ભાગમાં સ્થિત, હિમાચલ પ્રદેશના પર્વતો વચ્ચે, તે 2,050 મીટરની ઉંચાઈએ આવેલું સૌથી આકર્ષક હિલ સ્ટેશન છે. કુદરતી મનોહર સુંદરતા, સંસ્કૃતિ અને બરફથી ઘેરાયેલા પર્વતો તમને મંત્રમુગ્ધ કરી દેશે. આ સ્થળની સફરથી તમને ખ્યાલ આવશે કે શા માટે તે હિમાચલ પ્રવાસના પેકેજોમાં મનાલીને મુખ્ય આકર્ષણ તરીકે ઓળખાય છે.
2. ગુલમર્ગ
2,730 મીટરની ઉંચાઈ પર સ્થિત, ગુલમર્ગ હિલ ટાઉન છે જે ઊંડી ખીણો, ઘાસના મેદાનો, બરફથી ઢંકાયેલ શિખરો, અને શાંત ખીણો દ્વારા ઘેરાયેલુ છે. જો તમે સાહસિકતા ની વસ્તુઓ કરવા માટે બીક ના લગતી હોય તો, તમે સ્કીઇંગ કરી શકો છો જે અહીં એક લોકપ્રિય શિયાળુ રમત છે.
3. શિમલા
હિમાચલ પ્રદેશના હિલ સ્ટેશન ની આવી સુંદરતાની સાથે, રાજ્યની રાજધાની શા માટે પાછળ રહી જાય? ઓક, દેવાર અને પાઈન જંગલો સામે સ્થિત, સિમલા એક રસપ્રદ જગ્યા છે! તમે ત્યાં હોવ ત્યારે, તમે કેડવિક ફૉલ્સ, ધ રિજ, મોલ રોડ, ક્રિસ્ટ ચર્ચ અને જાકુ હીલ જોઈ શકો છો. શિમલા પ્રવાસન હંમેશાં મુખ્ય હોય છે જેથી તમે શ્રેષ્ઠ આકર્ષણો અને સ્થળો વિશે જાણો, ભલે તમે ગમે ત્યારે અહીં આવવા માટે વિચારતા હોય.
4. નૈનિતાલ
નૈનિતાલ પૃથ્વી પર સ્વર્ગ છે. ભારતના તળાવના જિલ્લા તરીકે ઓળખાય છે, તે ઉત્સાહી ઉનાળામાં ઠંડકનો અનુભવ કરવા માટે શ્રેષ્ઠ સ્થળો પૈકી એક છે. પ્રાચીન મંદિરો અને અદભુત સુંદરતા અત્યંત સુંદર છે. તમે જિમ કોર્બેટ નેશનલ પાર્કની પણ સફર કરી શકો છો જે ભારતમાં સૌથી જૂનું રાષ્ટ્રીય ઉદ્યાન છે અને ગુફાઓ અને નૌકાવિહાર જેવી આનંદદાયી પ્રવૃત્તિઓ કરી શકો છો.
5. કાસોલ – ઉત્તર ભારતમાં સૌથી સુંદર હિલ સ્ટેશન પૈકી એક
એક ઉત્સાહી યાત્રાળુ માટે નું ઉત્તમ સ્થળ, કાસોલ પાર્વતી નદીના કિનારા પર વસેલું ઉપનગર છે. કસોલમાં મલાના ગામ, પાર્વતી નદી અને તીર્થન વેલી જેવા ઘણા સ્થળો છે, તમે અહીં કાપ્પાની ચુસ્કી અથવા એકાંત સ્વર્ગમાં ફરવું જેવી વસ્તુઓની પસંદગી કરી શકો છો.
6. શ્રીનગર
જેલમ નદીના કિનારા પર, શ્રીનગર ચોક્કસપણે સુંદર હાઉસબૉટ્સ, ઐતિહાસિક બગીચાઓ, આશ્ચર્યજનક નદીઓ અને શુદ્ધ આબોહવાને કારણે રળીયામણું છે. આ સ્થળ એશિયામાં સૌથી મોટો ટ્યૂલિપ બગીચો ધરાવે છે અને અહીંયા, તમે ડાચીગમ વન્યજીવન અભયારણ્ય, ડાલ તળાવ, અમરનાથ ગુફા, વુલર લેક, જામા મસ્જિદ અને મુઘલ બગીચાની સફર કરી શકો છો.
7. મસૂરી
મસૂરી જોવાલાયક સ્થળ છે! લગભગ દરેકે મસૂરી વિશે સાંભળ્યું છે અને ઉત્તર ભારતના ટોચની હિલ સ્ટેશનમાં કરતી વખતે તે દરેક પ્રવાસીના યાત્રા કરવાના વિચાર માં હોય છે. ગઢવાલના પર્વતો ઉપર અને હોરસુ પહાડ ઉપર મસૂરી સ્થિત છે. તમે હિમાલય અને ડૂન વેલીની અદભૂત દ્રશ્યો જોઈ શકો છો.
8. અલમોરા
જો તમારી સફર બજેટમાં છે અને તને ખર્ચ પર કાપ મૂકવાનો પ્રયાસ કરો છો, પરંતુ તમે તમારા બજેટ જેટલો જ અનુભવ અને શાંતિ મેળવવા ઈચ્છો છો, તો તમારે અલમોરા જવાની જરૂર છે. તે ભારતનો સૌથી ઓછું ખર્ચાળ હિલ સ્ટેશન છે. 1,651 મીટરની ઉંચાઇ પર સ્થિત, તે તેના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને હિમાલયના અદભૂત દ્રશ્યો માટે જાણીતું છે. જ્યારે તમે ત્યાં બન્નાર વન્યજીવન અભયારણ્ય, નંદા દેવી મંદિર, ચીટાઇ મંદિર અને અલમોરા ફોર્ટ જોઈ શકો છો.
9. હલ્દવાણી
જો તમે શાંતિથી બેસીને સમગ્ર જગ્યાના સુંદર દ્રશ્યો એક સાથે જોવા માંગતા હોવ, તો હલ્દવાણી તમારા માટે ઉત્તમ હિલ સ્ટેશન છે. તે સમૃદ્ધ સંસ્કૃતિ અને ઇતિહાસ ધરાવે છે. હાઇકિંગ, ફોટોગ્રાફી અને ટ્રેકિંગમાં રસ ધરાવતા લોકો અહીં યાદગાર સમય વિતાવી શકે છે.
10 . પાલમપુર
પાલમપુર હિમાચલ પ્રદેશમાં સૌથી વધુ મુલાકાત લેવાયેલા હિલ સ્ટેશન પૈકીનું એક છે. તે વિવિધ જળાશયો, ઝરણાંઓ અને તળાવોનું ઘર છે, જેના કારણે ચાના બગીચા અહીં વધુ વિકાસ પામે છે. પેરગ્લાઇડિંગ પ્રવૃત્તિઓ પણ અહીં યોજાય છે અને તમે ઘણા બધા ટ્રેક્સ પર ટ્રેકિંગ અહીં કરી શકો છો. આ ઉનાળા માટે આદર્શ સ્થળ છે અને દેવદાર ઝાડ અહીં જોવા મળે છે, જે દેશમાં સૌથી ઊંચા છે તે ચોક્કસપણે પૂરતો છાંયડો અને ઠંડુ વાતાવરણ પૂરું પાડશે.
હવામાન અથવા મોસમ ગમે તેવું હોય, તે મિત્રો અને કુટુંબીજનો સાથે ઉત્તમ વેકેશન ગાળવાના માર્ગમાં વચ્ચે ન આવવું જોઈએ. તેથી આગલી વખતે ઉનાળામાં ગરમી જો તમારા આનંદ ઘટાડો કરે છે, તો ઉત્તર ભારતના હિલ સ્ટેશનની માટેના થોમસ કૂકના ભારતના હોલીડે પેકેજોને યાદ કરો કે જ્યાં કુદરતી સૌંદર્ય તમને યાદગાર સફર કરાવવા માટે રાહ જોઈ રહ્યું છે!