Travel Blog by Thomas Cook India

ઉદયપુરમાં આવેલી 8 સુંદર પેલેસ હોટલો કે જેનો અનુભવ કરવો જ જોઈએ

જ્યારે તમે ભવ્ય કિલ્લાઓ, મહેલો, શકિતશાળી યોદ્ધાઓ અને સુંદર રાણીઓ વિશે વિચારો છો, ત્યારે તમે રાજસ્થાનનો વિચાર કરો છો!  ‘ધ કિંગ ઓફ ધ કિંગ્સ’  તેના મુલાકાતીઓને રોયલ્ટી અને પુષ્કળ આતિથ્યથી ભરપૂર અનુભવ આપે છે. અને આ આતિથ્યને સારી રીતે અનુભવવા માટે, કેટલાંક ભવ્ય હોટેલમાંથી એક માં રેહવું જરૂરી થઇ જાય છે! અહીં ઉદયપુરમાં 8 સુંદર પેલેસ હોટલો છે જેની તમારે રાજસ્થાન હોલીડે પેકેજોથી અનુભવ કરવો જ જોઈએ.

ઉદયપુરમાં આવેલી પેલેસ હોટલોની યાદી

1. તા લેક પેલેસ

ભારતમાં સૌથી સુંદર શહેરો પૈકીના એકમાં સ્થિત, તાજ લેક પેલેસ, શોભા અને મોહકતાનું પ્રતીક છે. જેમ તે પિછોલા તળાવ ના કેન્દ્રમાં સ્થિત છે, તેવી જ રીતે તે હૃદયને સ્પર્શે છે અને સુંદરતાની નજીક લાવે છે. આતિથ્ય, શિષ્ટાચાર, ગુલાબ ની પાંખડીઓ સાથે મહેમાનોનું સ્વાગત આ બધું રાજાશાહી રીતે તાજ લેક પેલેસની સુંદરતાને વ્યવસ્થિત રીતે રજુ કરે છે. હોડી ની સવારી, આરામદાયક સ્પા, અને શાંત સંગીત આ ભવ્ય હોટેલ નો સાર છે. આ હોટેલ પર રાજસ્થાન પ્રવાસન ને ગર્વ છે! અહીં સાચા જાદુનો અનુભવ કરો અને પોતાને ખુશ કરો!

2. લલિત લક્ષ્મી વિલાસ પેલેસ:

ભરતપુરમાં સ્થિત, લલિત લક્ષ્મી વિલાસ 100 વર્ષ જૂનો, શ્રેષ્ઠ અને સુંદર મહેલ છે! આ હોટેલએ વાઇસરોય, ઇરાન અને અફઘાનિસ્તાનના શાહોને મેહમાન બનાવ્યા છે. આ મહેલને 1994 માં હેરિટેજ હોટલમાં રૂપાંતરિત કરવામાં આવ્યો હતો, જોકે બિલ્ડિંગનો એક ભાગ હજુ પણ રાજ પરિવારનું નિવાસસ્થાન છે. આ મહેલનું રાજસી વ્યકિતત્વ હોટેલના દરેક રૂમમાં મુકવામાં આવેલું છે. ઉદયપુરમાં લલિત લક્ષ્મી વિલાસ પેલેસ સૌથી આરામદાયક અને સુંદર રજવાડી હોટલ છે!

3. એમેત હવેલી:

આ પરંપરાગત હવેલી પિછોલા તળાવના પશ્ચિમ કિનારે આવેલી છે અને મહારાજા જગતસિંહજી દ્વારા બનાવવામાં આવી હતી. અમેત હવેલી એ રાજપૂત સ્થાપત્યનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. હવેલીએ મહેમાનોના વૈભવી રહેઠાણ અને મહેમાનગતિ માટે ઘણા ઇનામો જીત્યા છે. આ હોટલ અંબ્રાય રેસ્ટોરન્ટનું ઘર છે, જે સ્વાદિષ્ટ ભારતીય, કોન્ટિનેન્ટલ અને ચીની વ્યંજનો પીરસે છે. તમારા રાજસ્થાન હોલીડે પેકેજમાં અમેત હવેલીને ઉમેરવાનું ભૂલશો નહીં.

4. બોહેડા પેલેસ:

બોહેડા પેલેસ તમને ઘર જેવી લાગણી આપે છે, કારણ કે તે સાચા અર્થમાં સુંદર છે તે ઉદયપુરના જૂના શહેરની વચ્ચે આવેલ છે, અને શાંત રોડ પર સ્થિત છે. બોહેડા પેલેસ અસંખ્ય બગીચાઓથી ઘેરાયેલું છે જેનાથી ત્યાં નું વાતાવરણ  એકદમ હરિયાળું અને શાંત બની જાય છે !

5. લેક પિછોલા હોટેલ :

લેક પિછોલા  હોટેલ, પિછોલા તળાવના પશ્ચિમ કિનારે બ્રહ્મપુરી ટાપુ પર આવેલી પ્રસિદ્ધ હોટેલ છે. આ હોટેલની વિશેષતા એ છે કે તે સૌથી જુના જગદીશ મંદિર, સ્નાન ઘાટ અને બગોર હવેલીની સામે આવેલી છે.

6. કાંકરવા હવેલી:

કાંકરવા હવેલી એ એક જૂનું મકાન છે જે કાંકરવા પરિવારનું છે. છેલ્લા 180 વર્ષથી આ ભવ્ય હવેલી કાંકરવા પરિવારના હસ્તક છે. ઉદયપુરમાં કાંકરવાહવેલીનું સંચાલન મૂળ પરિવાર દ્વારા ચલાવવામાં આવે છે. આ હાવેલીમાં પ્રવેશતા એવું લાગે છે કે તમને સ્વર્ગમાં સીડી મળી ગઈ છે! અહીં પરિવારજનો અને કર્મચારીઓ તેમના મહેમાનોની સેવા માટે પ્રતિબદ્ધ છે.

7. હોટેલ ઉદયગઢ, ઉદયપુર:

છેલ્લા 150 વર્ષથી હોટેલ ઉદયગઢને સાચવવામાં આવેલ છે. અહીં પરંપરાગત હવેલી ને તેના મૂળ રૂપ સાથે ફરી બનાવવા માં આવી છે. જૂની હવેલી, ઐતિહાસિક અને વૈભવી વાતાવરણ , આ બધું હોટેલ ઉદયગઢમાં તમારી રાહ જુવે છે!

8. જયવાન હવેલી:

જયવાન હવેલી એક સમયે ઠાકુર જયવાનનું નિવાસસ્થાન હતી, જે મેવાડ મહારાણાના એક જાગીરદારો માંથી એક હતા. ચોવીસ રૂમ ની જયવાન હવેલી હોટેલ માં અરાવલી પર્વતમાળાના પાણીના સુંદર દ્રશ્યો જોઈ શકાય છે. અને આ અદ્વિતીય દૃશ્યો સાથેની છત ઉપરની રેસ્ટોરન્ટ ઘણા લોકો માટે અતિપ્રિય બની ગઈ છે.

ઉદયપુરમાં આ ઉત્કૃષ્ટ પેલેસ હોટલો તમને શાહી અનુભવ આપે છે જે યાદગાર  અને કિંમતી રહેશે. રાજસ્થાનની પરંપરાગત વાસ્તુકલામાં તમારા દરેક ભાવને આરામ આપી અને ફરીથી જીવંત કરો અને અહીં આતિથ્યથી ગળાડૂબ થઇ  જાઓ!