Travel Blog by Thomas Cook India

યુગલો ના આકર્ષક રોમેન્ટિક સ્પા માટે ના સ્વર્ગ

શું તમે વારંવાર વિચાર કરો કે તમારા સંબંધમાં પ્રેમ ઓછો થઇ ગયો છે? જો તમને એવું લાગે છે, તો ચિંતા ન કરો, આપણામાંના ઘણા બધા આવી જ પરિસ્થિતિમાં છે. આપણે દુઃખદાયી શહેરોની અસર નીચે છીએ જેમાં આપણને સમય ભાગ્યે જ મળે છે. તમારા જીવનસાથી સાથે એક આકર્ષક સ્પામાં રજાઓ ગાળવાનું સ્થળ તમારી વચ્ચે ગુમ થયેલા પ્રેમ ને ફરી જીવંત કરશે અને આ એક સરળ ઉકેલ છે. શાંતિ સાથે, એક સુંદર અને જીવંત સ્પા માં તમે અને તમારા જીવનસાથી સુંદર રજાઓ ગાળો. આ સ્થળો બધા માટે સુખદ સાબિત થઇ શકે છે. તમને આરામ કરવા માટે રોમેન્ટિક સ્પા અને તમારા સંબંધમાં નવો પ્રેમ અને તાજગી ઉમેરવા માટે 7 સ્પા સ્થળ અમે અહીં સૂચિબદ્ધ કર્યા છે.

શ્રેષ્ઠ રોમેન્ટિક સ્પા સ્થળોની સૂચિ

1. અમનવન રિસોર્ટ, કુર્ગ.

સિટી લાઇફથી દૂર, અમનવન રિસોર્ટ એ એક સુંદર દુનિયા છે જે તમારા આત્માને શાંતિથી સજ્જ કરે છે. અહીં, તમે તમારા સાથીના હાથમાં હાથ રાખીને કાવેરી નદીનો સૌમ્ય અવાજ સાંભળી શકો છો. તમે તમારા પોતાના અંગત આંગણામાં તડકા માં બેસી શકો  છો અથવા રાત્રે તારાઓ તરફ જોતા આકાશ માં ખોવાઈ શકો છો. અમનવન રિસોર્ટ માં બંગલો મંત્રમુગ્ધ થાવ! બસ આ પૂરતું નથી! શાંતિપૂર્ણ મસાજ મેળવો અને સ્પાનો વૈભવી આનંદ માણો.

2. કુમારકૉમ લેક રિસોર્ટ, કેરળ:

કુમારકોમ રિસોર્ટ કેરળની સંસ્કૃતિ અને સ્થાપત્યનું સંપૂર્ણ મિશ્રણ છે. આ રિસોર્ટ કેરળના 16 મી સદીના પરંપરાગત વસાહતો, માનસ નું પુનર્નિર્માણ છે. તમારા પ્રિય સાથે, અહીં તમે સ્યુટ્સ, પ્રાઇવેટ પૂલ અને વૈભવી રૂમ ધરાવતા હેરિટેજ લેક વિલાઓનો આનંદ લઈ શકો છો. આ સ્પા કોઈ અન્ય રિસોર્ટથી અલગ છે, કારણ કે તે આયુર્વેદના ઉપચાર અને પેકેજો આપે છે, જેથી તમારા શરીર ને આરામ મળે અને અન્ય કોઇ બીમારીઓથી મુક્ત થઇ શકે. કેરલાના બેકવોટર્સમાં ચિંતન કરો! આ સૌથી પ્રતિષ્ઠિત રોમેન્ટિક સ્પા માટે ની જગ્યા છે.

3. લે પોન્ડી રિસોર્ટ, પોંડિચેરી (તમિલનાડુ):

પોંડિચેરી સ્થિત લે પોન્ડી રિસોર્ટ, ફ્રાન્સની ભવ્ય છબી ધરાવતા કેન્દ્રશાસિત પ્રદેશમાં એક આરામદાયક રીસોર્ટ છે. ચુન્નામબર નદી અને બંગાળની ખાડી વચ્ચે સ્થિત, લે પોંડી વાસ્તવિક અર્થમાં પોંડિચેરીની સુંદરતાને વ્યાખ્યાયિત કરે છે! આ શ્રેષ્ઠ રોમેન્ટિક સ્પા સ્થળોમાંનું એક છે, અહીં તમે તળાવના દૃશ્ય સાથે સ્પામાં આનંદ લઈ શકો છો અને તે વધુ રોમેન્ટિક થઇ શકે છે.

4. પાર્ક હયાત રિસોર્ટ અને સ્પા, ગોવા:

જયારે તમે પાર્ક હયાત રિસોર્ટ, ગોવા માં છો ત્યારે તમે તમારો વૈભવ પસંદ કરી શકો છો. આ રીસોર્ટ સુંદર દ્રશ્યો  સાથે શોભિત છે, જે પ્રકારની તમને ઝંખના છે તે પ્રકારે તમે આનંદ લઇ શકો છો ! આ રિસોર્ટ ગોવામાં શ્રેષ્ઠ 5-સ્ટાર લક્ઝરી હોટલ પૈકી એક છે જ્યાં તમે વૈભવી અને સુંદર સેરેનો સ્પામાં તમારા પાર્ટનર સાથે આરામ મેળવી શકો છો. તમારા ગોવા પ્રવાસ પેકેજનો એક ભાગ તરીકે પાર્ક હયાત રિસોર્ટ જરૂરી છે.

5. ટ્રી ઓફ લાઇફ રિસોર્ટ એન્ડ સ્પા, જયપુર:

શહેરની અંધાધૂંધીથી દૂર સ્થિત, ટ્રી ઓફ લાઇફ રિસોર્ટ એન્ડ સ્પા જયપુરમાં શ્રેષ્ઠ બુટિક રિસોર્ટમાંનું એક છે. તે નિશ્ચિતપણે તમને શાંતિ આપશે! તે જૂના અરાવલી પર્વતો વચ્ચે આવેલું છે, તે આરામ, શૈલી અને પુષ્કળ સુંદરતા આપે છે. આ રિસોર્ટમાં 13 વૈભવી વિલા છે અને તમે એકમ ધ કપલ સ્પા ખાતે વિશ્વની ચિંતાઓથી દૂર થઇ જશો. આ રિસોર્ટ રાજસ્થાનમાં આ સૌથી સુંદર વસ્તુઓ માંથી એક છે!

6. ખૈબર હિમાલયન રિસોર્ટ અને સ્પા, ગુલમર્ગ (કાશ્મીર):

અહીં તમને પૃથ્વી પર સ્વર્ગ મળશે ! આ યુગલો માટેનું ‘સ્વર્ગ છે જે અમે તમને કહીએ છીએ અને તમે તેને ચૂકી શકતા નથી! ખૈબર હિમાલયન રિસોર્ટ એક વિશ્વ-ક્લાસ રીસોર્ટ છે જેમાં કાશ્મીરની સુંદરતાનો સમાવેશ થાય છે. ખૈબર સ્પાએ  ભારતના સૌથી વૈભવી અને સુખાકારી અનુભવો પૈકીનું એક છે. એકવાર તમે તમારા સાથી સાથે અહીં ફરી જીવંત થઇ  જાવ, તમે ક્યારેય અહીંથી પાછા આવવા માગશો નહીં!

7. ટાઇગર હેવન રિસોર્ટ, રણથંભોર:

રણથંભોર નેશનલ પાર્કના કિનારે સ્થિત, ટાઇગર હેવન રીસોર્ટ અને સ્પા એક વિશિષ્ટ અનુભવ છે અને ફક્ત એક રહેઠાણ માટે જ નથી. રાજપૂત અને રાજસ્થાની શૈલીમાં રચાયેલ આર્કીટેક્ચર, તમને એક વિશિષ્ટ અનુભવ આપવાનું  આશ્વાશન આપે છે. ટાઇગર હેવન સ્પા, વૈભવી, ડાઇનિંગ હોલ અને વિશ્રામખંડનું શ્રેષ્ઠ મિશ્રણ છે જે જૂના સ્થાપત્યમાં ડૂબેલું છે. આ દરેક યુગલોનો સ્વપ્નન સાચા થવાનો અનુભવ કરાવે છે. આ રાજસ્થાન પ્રવાસનનું ગૌરવ છે!

આ 7 રોમેન્ટિક સ્પાના સ્થળો, તમે પહેલાં ક્યારેય ન અનુભવેલા એવા એક મિની વેકેશનનો આનંદ લઈ શકો છો! આ તે જગ્યા છે જ્યાં તમે તમારા અસ્તિત્વમાં કાયાકલ્પ કરો છો અને તમારા જીવનસાથી સાથે ફરી પ્રેમમાં પડી જાવ છો! મોટાભાગના લોકો આવી રજાઓની માત્ર કલ્પના કરી શકે છે, પરંતુ તમે તેને તમારા પ્રિય સાથે અનુભવી શકો છો. તો તમે કોની રાહ જોઈ રહ્યા છે? પેકિંગ કરો, અને તમારા જીવનનો સમય તમે સૌથી વધુ પ્રેમ કરો છો તેમની સાથે વિતાવો!