Menu
have us call you back!
Name*
E-mail address*
Phone number*

યુરોપમાં મુસાફરી કરવા માટેના શ્રેષ્ઠ અને સસ્તા સ્થળો

જો તમે વિદેશમાં તમારા પ્રથમ પ્રવાસ વિશે વિચાર કરો છો, તો યુરોપ એક પરીકથા જેવું છે જે તમારા માટે રાહ જોવે છે. અમને ખાતરી છે કે તમે વિચારી રહ્યા હશો કે યુરોપમાં પ્રવાસ ખર્ચાળ છે. ઠીક છે, અમે તમને સારી રીતે આશ્ચર્યચકિત કરવા જઈ રહ્યા છીએ! અમે જે વિશે વાત કરી રહ્યા છીએ તે તમારા ખીસા માટે આકર્ષક, સુંદર અને યોગ્ય છે. અમે ખાતરી રાખીએ છીએ કે તમારે યુરોપમાં મુસાફરી કરવા માટે તમારા શરીરઅંગોનું વેચાણ કરવાની જરૂર નથી!

યુરોપમાં મુસાફરી કરવા માટેના શ્રેષ્ઠ અને સસ્તા સ્થળ નીચે મુજબ છે:

1. સંસ્કૃતિનો અનુભવ – બર્લિન:

બર્લિન, જર્મની, યુરોપમાં સૌથી આકર્ષક અને સાંસ્કૃતિક સ્થળ છે. યુરોપમાં મુસાફરી કરતી વખતે તમારી શ્રેષ્ઠ રીતે સર્જનાત્મકતા, મ્યુઝિયમો, સંગીત, કલા અને થિયેટરનો અનુભવ કરો! આ બધું અને સારો ખોરાક વાજબી કિંમતે ઉપલબ્ધ છે. આવો! બર્લિન માટે પહેલેથી જ તમારી બેગ પૅક કરો.

2. જ્યાં બિયર ભગવાન છે – પ્રાગ

પ્રાગ સુંદર છે, જે રીતે તમે સ્વપ્ન જુવો છો અને સ્વપ્નમાંં રહેવા માંગો છો. પ્રાગ તે આકર્ષણ છે જે વારસો અને ભવ્ય ભૂતકાળ ધરાવે છે. અને પ્રાગમાં બિયર ભગવાન છે! વિશ્વના  શ્રેષ્ઠ બિયર અહીં મળે છે. જેથી, યુરોપમાં બીજા ક્રમનું સૌથી સસ્તું અને સુવ્યવસ્થિત યાત્રા સ્થળ તરીકે પ્રાગને સ્થાન આપવામાં આવ્યું છે.

3. દરેક પ્રવાસી નું ઉત્તમ સ્થળ : ઈસ્તાંબુલ

ઇસ્તંબુલ દરેક પ્રકારના પ્રવાસીને આકર્ષે તેવા સ્થળોની યાદી ધરાવે છે. અહીં તમે સસ્તું રહેઠાણ અને ભોજન મેળવી શકો છો, તેથી તમને ઈસ્તાંબુલમાં રહેવા પર વધુ ખર્ચવો નહિ કરવો પડે. અહીં વિશ્વનું સૌથી સુંદર ક્ષિતિજ છે.

4. રાતનું રાજ  – ક્રેકો, પોલેન્ડ:

ક્રેકો પાર્ટીના શોખીનો માટે શ્રેષ્ઠ છે! અહીંયા વિશ્વવિખ્યાત પબ દરેક ક્ષેત્ર માં જોવા મળી શકે છે, જ્યાં વોડકા જીવંત-સંગીત સાથે વહે છે. ક્રેકો સસ્તી મુસાફરી, ખોરાક અને વાઇન માટે તેના પ્રવાસીઓમાં ઓળખાય છે.

5. અહીંયા પ્રેમ કરો – ચેક રિપબ્લિક:

ચેક રિપબ્લિકની સુંદરતામાં વશ થવા માટે તૈયાર થઇ જાવ. જુના  વાર્તાનો મહેલો, ઐતિહાસિક સ્પા ક્લબ, રેસ્ટોરન્ટ અને નદી, આ યુરોપિયન દેશ રોમેન્ટિક વાતાવરણ બનાવે છે. આ પ્રેમીઓ માટે ઉત્તમ જગ્યા છે અને તમારા ખિસ્સા પાર ભાર પણ નહિ પડે.

6. માનવામાં ન આવે તેવો સૂર્યોદય – તેનેરીફ , કેનેરી ટાપુઓ:

યુરોપ ના બાકીના સ્થળો ઠંડી અને શિયાળા સામે લડી રહ્યાં છે, જ્યારે આ કેનરી ટાપુમાં લોકો ગરમ તાપમાનનો આનંદ માણી રહ્યા છે. તેનેરીફ ઉત્તમ ખાણીપીણી સાથે તમામ ટાપુઓ માં શ્રેષ્ઠ છે જેમાં આર્ટ્સ સ્પેશ, એકાન્તિલાડોસ સહિત, લોસ ગિગેન્ટેસ અને પર્ક્યુએ નેચરલ ડેલ તીડ જેવા સ્થળો છે. અહીં શ્રેષ્ઠ એ છે કે આ ટાપુઓ માટે હંમેશા એરલાઇન્સના સસ્તા ભાડા સાથેની વિમાનની ટિકિટો મળે છે. આવા અદ્ભુત અને સસ્તા સ્થળને જોવા માટે તમારા ખિસ્સા માં રકમ પણ ઓછી નહિ થાય.

7. જંગલ માં ફરો – ટાટ્રા પર્વત, સ્લોવેકિયા:

કાર્થેશિયન પર્વતમાળાનો સૌથી ઊંચો ભાગ, ટાટ્રા પર્વત ભૂરા રીંછને જોવા માટે વિશ્વના શ્રેષ્ઠ સ્થળોમાંનું એક છે. ગ્રેનાઇટના શિખરો, બરફના તળાવો અને ઘાસના મેદાનો ના મોહક દ્રશ્યો, તમે વરુ, લિન્ક્સ, જંગલી ભૂંડ અને ગોલ્ડન ઈગલ પણ જોઈ શકો છો. ટાટ્રા પર્વત માટે સસ્તી હવાઈ યાત્રા પણ ઉપલબ્ધ છે.

8. સ્કી કરો! – બલ્ગેરિયા:

બલ્ગેરિયા, યુરોપમાં તેના સસ્તા સ્કી સ્થળો માટે જાણીતું છે. અહીં શિખાઉ અને નિષ્ણાતો માટે સ્કીઇંગ નો ઉત્તમ અનુભવ કરી શકાય છે. તમે સસ્તા ભાવે ખોરાક અને બિયર મેળવી શકો છો, તે કલ્પનાશીલ લાગે છે, શું તે નથી લાગતું?

9. ઉચ્ચ સાહસિક અનુભવ – ટ્રાન્સીલ્વેનિયા, રોમાનિયા:

ટ્રાન્સીલ્વેનિયા એક સુવ્યવસ્થિત સ્થળ છે જે વિવિધ પ્રકારના વેકેશન સ્થળો માટે જાણીતું છે. ટ્રાન્સીલ્વેનિયન ના આલ્પ્સ ઘણા પ્રકાર ના પર્વતમાં એક છે જ્યાં પગપાળા યાત્રા, ઘોડા ની સવારી, પર્વતારોહણ, નદી પર રાફ્ટિંગ અને જંગલ માં કેમ્પિંગ એક ઉત્તમ અનુભવ છે. શ્રેષ્ઠ મૂલ્ય ની હોટેલો અને ટ્રાન્સીલ્વેનિયા માટે સસ્તા ભાડા ની વિમાનો ઉપલબ્ધ છે.

10. અદભુત મસાજ – બુડાપેસ્ટ:

બુડાપેસ્ટમાં ઘણા સારા સ્પા છે તમે વૈભવી અનુભવો છોડી શકો છો અને પ્રાચીન બાથરૂમો ને પસંદ કરી શકો છો, જે એક સાંસ્કૃતિક અનુભવ છે. બુડાપેસ્ટને વિશ્વમાં સૌથી સસ્તું વેકેશન સ્થળ માનવામાં આવે છે; તે તમામ સ્થળો કરતાં સસ્તું છે

તેથી તે સાચું છે! તમે વધુ ખર્ચ કર્યા વગર યુરોપની સુંદરતા થી પ્રભાવિત થઈ શકો છો. આ એક સ્વપ્ન છે જે સાચું પડ્યું છે.  યુરોપના યુરોપીયન જાદુથી યુરોપના રજા પેકેજોને જુવો, અને  તમારા સ્વપ્ન માં જીવો, જે રીતે તમને ગમે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *