Travel Blog by Thomas Cook India

મુંબઇમાં સ્ટ્રીટ શોપિંગ માટે 5 શ્રેષ્ઠ સ્થળ

ગ્લેમર અને બોલિવૂડ, આ એવી વસ્તુઓ છે જે આપણા મનમાં આવે છે જ્યારે આપણે સપનાના શહેર મુંબઈ વિશે વિચારીએ છીએ. ભારતની ગ્લેમર ઇન્ડસ્ટ્રીની મુંબઇ રાજધાની છે, મહારાષ્ટ્રનું આ શહેર વિશ્વ પ્રસિદ્ધ છે. મોટાભાગની દુકાનો અને ફેરિયાઓ અહીં ભીડથી ભરેલા છે, જે મોટાભાગના સમાન નું વેચાણ કરે છે. જ્યાં સુધી તમે મુંબઇમાં ખરીદી માટે આ પ્રસિદ્ધ સ્થળો જોશો નહિ અને શોપિંગના સુખનો અનુભવ નહિ કરો તો, તમારી ભારતની યાત્રા અપૂર્ણ છે. પેરિસ પછી, મુંબઈને ફેશનનું બીજું ઘર માનવામાં આવે છે.

ભારતમાં રજાઓમાં મુસાફરી કરવાની ઈચ્છા ધરાવતી કોઈ પણ વ્યક્તિ માટે, મુંબઈ ચોક્કસપણે એક શ્રેષ્ઠ સ્થાન પૈકી એક છે. તમારા ઘરની સજાવટ માટે, ફેશન ડ્રેસથી ઘરેલુ સમાન સુધી, તમે મુંબઈની શેરીઓમાં દરેક વસ્તુ ખરીદી કરવા મળશે. ઘણા ઓનલાઇન શોપિંગ સાઇટ્સ અને સુપરમાર્કેટમાં ઓફર કરેલા સસ્તાં ભાવ સાથે, ખરીદી સરળ અને આરામદાયક બની જાય છે. તે પછી પણ, આ જૂના શેરી બજારોનું આકર્ષણ જરા પણ ઘટેલું નથી.

મુંબઈમાં સ્ટ્રીટ શોપિંગ માટે શ્રેષ્ઠ સ્થાનો

સપનાના શહેરમાં તમારા પ્રવાસ પર નીચેના બજારોની યાત્રા કરો અને મુંબઈમાં ખરીદારીનો આનંદ લો:

1. ચોર બજાર:

દુનિયાનું કોઈ બજાર ભાગ્યે જ એવું હશે કે જેને “ચોર બજાર” તરીકે તેની પ્રતિષ્ઠા પર ગૌરવ હશે, પરંતુ કોણ કહ્યું હતું કે મુંબઈમાં આ બજાર વિશ્વના ધોરણોનું પાલન કરશે? આ ચોર બજાર સપનાનાં શહેરમાં આવેલી જૂની વસ્તુઓના પ્રેમીઓનું સ્વર્ગ છે. તેના નામની જેમ, અહીં વેચાતી વસ્તુઓ પણ અનોખી છે. જો તમારી પાસે ભાવતાલ કરવાની કુશળતા હોય તો આ બજાર તમારા માટે એક આદર્શ જગ્યા છે, જ્યાં તમે કારીગરી કરેલી સુંદર મૂર્તિઓ ખરીદી શકો છો, જે તમને તમારા મુંબઇ પ્રવાસના સંભારણા તરીકે ઘરે પાછા લઈ શકો છો.

સ્થળ: મટન સ્ટ્રીટ, કુંભારવાડા

2. ઝવેરી બજાર

જો તમે ઝવેરાત શોધી રહ્યા હોવ તો, ઝવેરીબજાર સારું સ્થળ છે. સોના અને ચાંદી અને હીરા ના દાગીના અથવા સસ્તા દાગીના સાથે, તમે વિવિધ ઘરેણાં ખરીદી શકો છો કે જે તમે મોટા પાયે ખરીદી ના વિકલ્પ આપે છે જેથી ઘરેણાંની ખરીદી તમારી મરજી મુજબ ની થાય. TBZ અને તનિશ્ક જેવા વિખ્યાત વેપારીઓએ અહીં તેમની દુકાનની સ્થાપના કરી છે. જો તમે કોઈપણ પ્રસંગ માટે દાગીના ખરીદવા માંગો છો, તો ઝવેરી બજાર તમારું શ્રેષ્ઠ સ્થળ મુંબઇમાં હોઈ શકે છે.

સ્થાન: શેખ મેનન સ્ટ્રીટ, લોહાર ચોલ, કાલબાદેવી

3. ફેશન સ્ટ્રીટ

પશ્ચિમી કપડાંથી ભારતીય વસ્ત્રો અને શર્ટ્સ સુધી, બાળકો માટેના કપડાં હોય,કે પછી ભલે તમારે તમારા માટે ખરીદી કરવી હોય અથવા અન્ય કોઈ પણ વ્યક્તિ માટે, તમે મુંબઇની ફેશન સ્ટ્રીટ પર તે બધા કપડાં ખરીદી શકો છો. મુંબઈમાં અત્યંત લોકપ્રિય, વ્યાજબી ભાવે ફેશનેબલ કપડાઓ ખરીદવા માટે ફેશન સ્ટ્રીટ એ આદર્શ સ્થળ છે. જો તમે બ્રાન્ડ સિવાય ના કપડાં ખરીદી સકતા હોવ તો પણ તમે સારી ખરીદી કરી શકો છો, મુંબઈમાં ફેશન સ્ટ્રીટની મુલાકાત લેવાનું મહત્વનું છે, કારણ કે મુંબઈમાં ફેશન શોપને શ્રેષ્ઠ શોપિંગ સ્થળો ગણવામાં આવે છે.

સ્થાન: મહાત્મા ગાંધી રોડ, મરીન લાઇન્સ

4. લિંકિંગ રોડ

બાંદ્રામાં સ્થિત, લિંકિંગ રોડ ખરીદારી કરવા માટે નું એક સ્વર્ગ સમાન છે જેઓ વસ્તુ ભાવતાલ કરી ને ખરીદે છે તેઓને લિંકિંગ રોડ ખરીદી કરવા જવું જ જોઈએ. તમે લિંકિંગ રોડ પર વ્યાજબી ભાવે ટ્રેન્ડીંગ ફેશન માટે ખરીદી કરી શકો છો. નવીનતમ કપડાં, પગરખાં અને એસેસરીઝ- લિંકિંગ રોડમાં તે બધું છે, દુકાનોથી રસ્તા પર ના ફેરિયાઓ સુધી, લિંકિંગ રોડમાં તમામ પ્રકાર ના વેપારીઓ છે. તમે શોપિંગમાંથી થોડો સમય કાઢી શકો છો અને અમુક કાફે અથવા રેસ્ટોરન્ટમાં આરામ કરી શકો છો. લિંક રોડ દરેક ખરીદાર માટે શ્રેષ્ઠ જગ્યા છે, જે મુંબઈમાં તેમની ખરીદી પૂર્ણ કરવામાં મદદ કરે છે.

સ્થાન: આર.ડી. નેશનલ કોલેજ, બાંદ્રા પશ્ચિમની સામે

5. કોલાબા કોઝવે

કોલાબા કોઝવે, ફેશન અને આહાર કરવા માટે સ્વર્ગ છે. હસ્તકલા, પુસ્તકો, કપડાં, પગરખાં, બધું અહીં ઉપલબ્ધ છે. આ બજારમાં બેગ અને પર્સ, પગરખાં, શિલ્પકૃતિઓ, બોહેમિયન-શૈલીના કપડાંને તમે ખરીદી શકો છો. અહીં ખરીદી તમને અલગ પ્રકારના અનુભવનો આનંદ આપે છે. જ્યારે તમે ખરીદારી કરીને થાકી જાવ, ત્યારે અહીં લારીઓ પર નાસ્તા અને જમવાનો આનંદ માણો. જો તમે તમારી ખરીદારી પછી થોડો આરામ કરવા માંગો, તો તમે જાણીતા લિયોપોલ્ડ કેફેમાં પણ જઈ શકો છો.

સ્થાન: શહિદ ભગત સિંઘ રોડ, કોલાબા કોઝવે