Travel Blog by Thomas Cook India

શું આપણે એક જુદી રીતે થાઇલેન્ડને જોઈ શકીએ?

ત્યાં હંમેશા બીજી વાર્તા છે, અહીંયા આંખથી દેખાય તે કરતાં હંમેશા વધુ જોવાલાયક સ્થળો છે, હા, ફરવાના સ્થળો વિશે તમે જે સાંભળ્યું હોય તેના કરતા હંમેશા વધુ અહીંયા ઉપલબ્ધ  છે. પરંતુ દુર્ભાગ્યે, થાઇલેન્ડ, સુંદર ‘ખુશીઓ ની ભૂમિ’ ભારતીયોમાં ઘણા કારણો માટે લોકપ્રિય છે. અન્ય કોઇ દેશની જેમ, થાઇલેન્ડમાં તેના પડકારો પણ છે. તેથી ચાલો થાઇલેન્ડ ની ખરાબ વાતો પાર ધ્યાન ના આપીએ. થાઇલેન્ડ માટે તમે જે વિચારો છો તે કરતાં થાઇલેન્ડ માં ઘણું બધું છે. તેના ટાપુઓ અને દરિયાકિનારાઓની નૈસર્ગિક સુંદરતા ખરેખર શ્વાસ અટકાવી દે છે અને સ્થાનિક સંસ્કૃતિ એવી છે જે તમે મંત્રમુગ્ધ કરવા માટે જ છે.

થાઇલેન્ડ સામાન્ય રીતે સ્વાદિષ્ટ ખોરાક, થાઈ મસાજ અને સ્પા, ખરીદી, લકઝરી હોટલમાં રોકાણ માટે છે અને તે ઓછું ખર્ચાળ પણ છે. પરંતુ, થાઇલેન્ડની અજાણી સુંદરતા, તમારા  માટે રાહ જોઈ રહી છે. શું તમે અલગ રીતે થાઇલેન્ડ પ્રવાસની યોજના બનાવવા માટે તૈયાર છો? તો ચાલો, થાઇલેન્ડમાં જોવાલાયક સ્થાનોની સૂચિ નીચે મુજબ છે:

થાઇલેન્ડમાં આ સ્થળો ફરવા લાયક  છે

1. ચંતાભૂરીમાં ધોધ જુવો:

થાઇલેન્ડની પૂર્વીય બાજુમાં છુપાયેલ, ચંતાભૂરી પ્રાંત એક સ્વર્ગ છે. આ જગ્યાને પુલ, નદીઓ અને વરસાદી પાણીના તળાવો સાથે આવરી લેવામાં આવેલી છે, અહીં નાટકોક ફિલો નેશનલ પાર્ક અહીં એક પર્વતારોહણ કરવાના અનુભવની તક આપે છે. તમે સ્થાનિકો સાથે આનંદમાં વધારો કરી શકો છો અને સ્થાનિક ભોજનનો આનંદ માણી શકો છો. તમારા પર્યટન દરમિયાન, ઘણાં મંદિરો અને પેગોડાની અપેક્ષા રાખો અને અદ્ભુત કેથોલિક ચર્ચને જુવો

2. મ્યાનમાર ની સરહદ મોટરસાયકલ પર ફરો  :

એક મોટરસાઇકલ પર મ્યાનમાર બોર્ડર ફરવાની તક લો. થાઇલેન્ડમાં નૈસર્ગિક સૌંદર્યની સુંદરતા જુવો. પહાડી રસ્તાઓ પર વાહન ચલાવવું એ એક રોમાંચ છે જે તમે ક્યારેય અનુભવ નહિ કર્યું હોય. સરહદ પરનું દ્રશ્ય આનંદદાયક છે!

3. ચિઆંગ રાય ખાતે માઉન્ટેન બાઇક નો અનુભવ:

તમારામાં સંશોધકને જાગૃત કરો અને ચિઆંગ રાયથી આસપાસની જગ્યામાં પર્વત પર બાઇકની સવારી કરો. વિકસતી જતી શેરીઓ અને શાંત ખેતીની જમીનનો આનંદ માણો. આનંદ કરવાની આ સૌથી અલગ રીત છે, બરાબર ને?

4. લેમ્પાંગ ખાતે હાથીઓ મળો:

આ શાંત નગર તેની નદી પરની રેસ્ટોરાં અને બાર, ઘોડાઓથી ખેંચાતી ગાડીઓ અને રસપ્રદ બૌદ્ધ મંદિરો માટે જાણીતું છે. આ જ નહીં, લમ્પાંગ થાઇલેન્ડના હાથી સંરક્ષણ કેન્દ્રનું પણ ઘર છે, જ્યાં તમે હાથી ના બચ્ચા સહિતના 50 થી વધુ હાથીઓ સાથે  શુભેચ્છા આપી શકો છો.

5. રેલે માં રોક ક્લાઇમ્બ:

આ એક સાહસ પ્રેમીઓ માટે છે! રેલેમાં રોક ક્લાઇમ્બીંગ એક સુંદર અનુભવ છે અને તમે બ્રહ્માંડમાં આના કરતાં વધુ અદ્ભુત રોમાંચ નહીં મેળવી શકો. આસપાસના કોસ્ટ ટાપુઓ આનંદદાયક છે.

6. કિક બોક્સિંગ જાણો:

કેહવત છે, કે જ્યારે તમે કોઈ સ્થાનમાં ફરો છો, ત્યારે તમે ત્યાં નવું શીખો છો અને તેમની સંસ્કૃતિનો એક ભાગ પાછો લાવો છો. તેથી, જ્યારે તમે થાઇલેન્ડમાં હોવ ત્યારે સમય વિતાવી અને કિકબૉક્સિન્ગ(મુઆય થાઈ) ને શીખો.

7. સોંગક્રાન માં ભાગ લો:

જો તમે સોંગક્રાન તહેવાર દરમિયાન તમારા થાઇલેન્ડ હોલીડે પેકેજને બુક કરો છો તો તમે ભાગ્યશાળી છો. થાઈ નવા વર્ષની ઉજવણી કરવા માટે વિશ્વના સૌથી મોટી પાણીની લડાઈનો અનુભવ ચૂકી શકાય નહીં.

8. ધોધની ભૂમિ, પેટચબૂન:

ઉત્તર થાઇલેન્ડમાં આવેલું, પેટચબૂન ધોધની ભૂમિ છે. પેટચબૂન પર્વતમાળાઓ, નદીઓ અને રાષ્ટ્રીય ઉદ્યાનોથી ઘેરાયેલું છે. અહીં સુંદરતા અતિવાસ્તવિક અને ભૂલી ના શકાય તેવી  છે અહીં, તમે ખરેખર અલગ રીતે થાઇલેન્ડ નો અનુભવ કરશો !

9. બુરિયમના અવશેષો:

ખંડેર પ્રેમ અને તૂટેલા ટુકડાઓ માંથી સુંદરતા શોધવી, જેઓ માટે, આ બધું રોમાંચકારી છે તેમના માટે બુરિયમ એક સાચા સપના સમાન છે! દક્ષિણ પૂર્વ એશિયામાં સૌથી વધુ સાચવેલ ખમેર મંદિરોમાંના એક, ફાનોમ રુંગની મુલાકાત લો.

જો તમે ખરેખર સાચી થાઈ અનુભવ ઈચ્છો છો અને તેને અનુભવ કરવા માંગો છો તો ધીમે ધીમે અને દરેક વખતે અલગ વિચારો અને આ જગ્યાઓ ની યાત્રા કરો જેથી તમારું અસામાન્ય રીતે થાઈલેન્ડ જોવાનું સપનું પૂરું થઇ જશે.

થાઇલેન્ડમાં ઘણા અલગ અનુભવો છે અને થાઇલેન્ડ હોલીડે પેકેજો તમારા માટે ઘણું બધું આપે છે.