Travel Blog by Thomas Cook India

તમારી આગામી યાત્રા માટે 10 પર્યાવરણને અનુકૂળ પ્રવાસન સ્થળો

બધે પ્રદૂષણ, પ્રદુષણ અને શ્વાસ લેવા માટે તાજી હવા ની એક પણ જગ્યા નથી! આ આપણું જીવન છે અને આપણે આ કરતાં વધુ સારી વાતાવરણની આશા રાખીએ છીએ. મેઘધનુષ્યનું નયનરમ્ય દ્રશ્ય,પવન ના સુસવાટા અને આનાથી પણ સારી વસ્તુઓ જ્યાં આપણું મન ખુશ થઇ જાય , તો તમે આ ઉનાળામાં કોની રાહ જુવો છે? ‘પૃથ્વી દિવસ’ ના પ્રસંગે, પ્રવાસો કરી ને આપણે આપણા ગ્રહની ઉજવણી કરીએ છીએ. તમારી આગલી રજાઓમાં 10 પર્યાવરણલક્ષી યાત્રા સ્થળો ની યાદી અહીં આપવામાં આવે છે:

1. ભૂટાન:

 

ભૂટાન પોતાના કુદરતી સંસાધનો ને સાચવવા અને સંસ્કૃતિ નું રક્ષણ કરવા સાથે તેના પર્યટન નો વિકાસ કરી રહ્યું છે. તે સાચા અર્થમાં પર્યાવરણને અનુકૂળ છે.

2. ન્યુઝિલેન્ડ:

 

ન્યુઝિલેન્ડ નો પ્રદેશ વિવિધ વનસ્પતિ અને વન્યજીવો નું ઘર છે. ન્યુઝિલેન્ડ માં પ્રવાસ થી અહીંના સુંદર સ્થળોની મુલાકાત લો, કારણ કે તે વૈભવી પર્યાવરણીય સાથે સૌથી લોકપ્રિય સ્થળો પૈકી નું એક છે. અહીં પર્યાવરણને નુકસાન કરવું તે ધર્મ ના વિરુદ્ધ માં છે!

3. કોસ્ટા રિકા:

 

કોસ્ટા રિકા 2021 સુધી પ્રથમ કાર્બન કુદરતી દેશ બનવા માટે તૈયાર છે. અહીં, તમે વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ ની વિવિધતા જોવા મળશે. અને આ તે જગ્યા છે જ્યાં તમે આકાશમાં જોઈ ને “સિટી ઓફ સ્ટાર્સ” ગીત ગાઈ શકો છો, શું તમે મારી સાથે ગાશો?

4. અલાસ્કા:

 

જો તમે જંગલી અનુભવ કરવા ચાહો છો તો અલાસ્કા પૃથ્વી પર જંગલી સ્થળો માં મુખ્ય છે. હિમનદીઓ અને અસામાન્ય વન્યજીવન જુઓ, માછલી પકડો, કાયાકિંગ કરો અને ડેનાલી નેશનલ પાર્કનો અનુભવ કરો.જે તમને એક પર્યાવરણ ની સફર આપે છે, જેને તમે ના કહી શકતા નથી!

5. સાન્ટા ક્રૂઝ આઇલેન્ડ, કેલિફોર્નિયા:

 

સાન્ટા ક્રૂઝ આઇલેન્ડ ખરેખર કુદરતના ખોળા માં આશ્રય લેવા જેવું છે. કુદરત ને પ્રેમ કરો અને યાદ રાખો કે અહીંયા માણસ અને પકૃતિ એક જ છે જેથી તમે પ્રકૃતિમાં ખોવાઈ જસો. આ ટાપુ બે કઠોર પર્વતમાળાઓ ની મધ્યમાં સ્થિત છે. મોટી ખીણ ની સાથે, વર્ષ દરમિયાન પડતા ધોધ અને નદીઓ, વિશાળ ઊંડી સમુદ્ર ની ગુફાઓ અને દરિયાકિનારા ની મુસાફરી, આ બધા નો અદભુત અનુભવ કરી આનંદ મેળવો. અમને ખાતરી છે કે તમે આ બધું ક્યારેય નહિ જોયું હોય.

6. એમેઝોન વર્ષાવન, બ્રાઝિલ:

 

80,000 કરતાં વધુ વનસ્પતિ ના પ્રકારો અને 30,00,000 પ્રાણીઓ પ્રજાતિઓ ની સાથે ફરો અને વર્ષાવન માં રસ્સો શોધો. અહીં તમે ગુલાબી અને ગ્રે નદી ની ડોલ્ફિન જોઈ શકો છો. તમારા જીવનની  સૌથી આનંદપ્રદ ક્ષણો જીતી લો!

7. ડોમિનિકા:

 

ડોમિનિકા કુદરત ના પ્રેમીઓ, પર્વતારોહક અને ડાઇવર્સ માટે છે. તમે શ્રેષ્ઠ છો કે નહીં, પણ પ્રકૃતિ અહીં શ્રેષ્ઠ જ છે!

8. કેન્યા:

 

સહુથી વધુ જંગલી જાનવરો સાથે કેન્યાના લોભામણા સવાના જંગલો તમારી રાહ જોઈ રહ્યા છે. આ એવું સ્વર્ગ છે જે ચમકતું નથી, અને ફૂલોનો મુકુટ પહેરેલું છે.

9. નોર્વે:

 

નોર્વેમાં પાંચ વિવિધ પર્યાવરણીય આકર્ષણો હાર્દજણજોફ્રેડ, જોટૂંહેમાન પર્વત, જારેન નો દરિયાકિનારો, સોલ્ટસ્ટ્રુમેન અને dog સ્લેજિંગ ફિનમાર્ક સ્લેજિંગ  તમને આકર્ષિત કરી શકે છે. જો તમે તમારી પોતાની રીતે દરેક જગ્યાએ યાત્રા ન કરી શકતા હોવ, તો પછી નોર્વેમાં તે કરો અને પ્રકૃતિ ને અનુભવો!

10. માલદીવ

 

માલદીવ્સ નો પ્રવાસ પ્રાચીન ટાપુઓ, રંગબેરંગી કોરલ રીફ્સ અને  એકદમ તાજા પાણી થી તમને મંત્રમુગ્ધ કરી દેશે જે દુનિયા માં અન્ય ક્યાંય નહિ હોય.

હોઈ શકે, જ્યારે તમે રોજિંદા કાર્યો કરવામાં વ્યસ્ત હશો, તો એક વાર , પર્યાવરણ ના મિત્ર બનવાનો પ્રયત્ન કરો. તમારી જાતને પ્રકૃતિની શાંતિનો એક યાદગાર અનુભવ ભેટ માં આપો!