વરસાદી લાગણીમાં હૃદય સુધી ભીંજાઈ જાવ : ભારતમાં 10 શ્રેષ્ઠ વરસાદી સ્થળો
ભારતમાં ચોમાસું જુદું છે કારણ કે દેશને જૂનથી ઓગસ્ટ સુધી ભારે વરસાદ ના આશીર્વાદ મળેલા છે. મે મહિનાની ગરમીને લીધે સુકાઈ ગયેલ આસ પાસ ની જગ્યા, વરસાદ ના કારણ થી ફરી જીવંત થાય છે. આ કોઈ આશ્ચર્યજનક વસ્તુ નથી કે આ સિઝન અમારા લોકગીતો, ચલચિત્રો, નાટકો અને પ્રાચીન ગ્રંથોમાં અમર થઈ ગયેલ છે. આ વાતાવરણમાં તમારા ઘરમાં રહેવાને બદલે, નીચે દર્શાવવામાં આવેલા સ્થળો માટે ફરવા નીકળો. તમે ચોમાસામાં ક્યારેય નિરાશ નહીં થાવ. ભારતના ટોચના ચોમાસાના સ્થળો અહીં ફક્ત તમારા માટે સૂચિબદ્ધ કરવામાં આવેલ છે.
ભારતમાં ટોચના મોનસૂન સ્થળો
1. લોનાવાલા, મહારાષ્ટ્ર
જો તમને વરસાદના ઘેરાયેલા વાદળોથી પ્રેમ છે, તો મહારાષ્ટ્રમાં લોનાવલા આ ચોમાસા માટેનું શ્રેષ્ઠ સ્થળ સાબિત થઇ શકે છે. પશ્ચિમ ઘાટના ઉપલા ભાગમાં આવેલા, આ અનોખા શહેરમાં એક નાની સફર કરી શકો છો, અથવા તમે અહીં રોકાઈ શકો છો જે તમારી ઇન્દ્રિયોને તાજી કરવાની ખાતરી આપે છે.
મોનસૂન જાદુ
તેના ઠંડા હવામાન માટે લોનાવાલા પ્રસિદ્ધ છે, આ બ્રિટીશ યુગના શહેરમાં વરસાદની મોસમ હરિયાળી સાથે આવે છે. મુંબઈ-પૂણે એક્સપ્રેસવે અથવા નેશનલ હાઇવે 4 નો ઉપયોગ કરવાના વિકલ્પ સાથે, લોનાવાલાની તમારી સફર કાયમ માટે યાદગાર બની જશે.
અહીં બીજું શું છે?
લોનાવાલામાં એમી વૅલીની મુસાફરી કરવાની તક ચૂકી ન જાવ – જે રસ્તા તમને તે સ્થળે થી જોડે છે તે વરસાદમાં જાદુઈ બની જાય છે. આ સ્થળ ચૂકશો નહીં; લોનાવલા ભારતમાં શ્રેષ્ઠ ચોમાસુ સ્થળોની યાદીમાં ટોચ પર છે
2. કોડાઇકેનાલ, તામિલનાડુ
વરસાદની હરિયાળીમાં પોતાને ગુમાવવાનો વિચાર શું તમને ઉત્તેજિત કરે છે? જો હા, તો તમારે જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં કોડાઇકેનાલની મુલાકાત લેવી જોઈએ.
મોનસૂન મેજિક
આ સીઝનમાં, સમગ્ર હિલ સ્ટેશન જીવંત અને તાજું બની જાય છે. વરસાદી-કાદવની ઝીણી અને સુગંધી ગંધ તમારી ઇન્દ્રિયોને ફરી તાજી કરે છે. આ સિઝનમાં કોડાઇકેનાલ એકદમ સ્વચ્છ હોવાથી કલાપ્રેમી ફોટોગ્રાફરો માટે સ્વપ્ન સમાન છે. અહીં, તમારી પાસે લીલી ટેકરીઓ અને આસપાસની જગ્યાના મોહક ચિત્રોને લેવાની તક છે જ્યારે સૂર્ય વાદળોની આગળ-પાછળ થાય છે.
અહીં બીજું શું છે?
ચોમાસામાં હિલ સ્ટેશનની નજીકના બેર શોલા અને સિલ્વર કાસ્કેડ ઝરણાં પાણીથી છલોછલ થઇ જાય છે, જે તમને તમારા મનપસંદ વૉલપેપરની યાદ અપાવશે.
3. કુર્ગ, કર્ણાટક
કુર્ગ ઘણીવાર ભારતના સ્કોટલેન્ડ તરીકે ઓળખાય છે. કર્ણાટકમાં કુર્ગ તેના મનોહર પર્વતીય પ્રદેશ માટે જાણીતું છે.
મોનસૂન મેજિક
વરસાદમાં કુશાલનગરથી બહારની ટેકરીઓની યાત્રા કરો, અને તમે જોશો કે તમે ધુમ્મસથી ઘેરાયેલા છો, જેથી તમે થોડે દૂર સુધી જ જોઈ શકશો. સદનસીબે, તમે રસ્તા પર થોડા બીજા પ્રવાસીઓને જોશો, તેથી તમારી સફર સુખદ બની જશે . માર્ગ પર, પૃથ્વીનો દરેક કણ લીલો દેખાય છે. જો વાદળો તમારી નજર ની વચ્ચે આવતા નથી, તો તમે વાદળો સાથે દૂરની ટેકરીઓ ના મનમોહક દ્રશ્ય જોશો.
અહીં બીજું શું છે?
તમારા સ્થળ સુધી પહોંચવા પર, તમે ગરમ કોર્ગિ મકાનમાં આરામ કરવાનું પસંદ કરી શકો છો અથવા ઠળિયાણદામોલ શિખર પર ચઢી શકો છો. તમે તમારી પસંદગી મુજબ આનંદ કરવા માટે બંધાયેલા છો.
4. શીલોંગ, મેઘાલય
જો તમારે ચોમાસાના વાદળો સાથે ભેંટ કરવી હોય તો મેઘાલયમાં શીલોંગની મુલાકાત તમારી યાત્રાની યાદીમાં હોવી જોઈએ. જ્યારે રાજ્યને ‘વાદળાનું ઘર’ કહેવામાં આવે છે, ત્યારે તમે અનુમાન કરી શકો છો કે ચોમાસામાં તમારા રસ્તામાં શું આવે છે.
મોનસૂન મેજિક
અહીં વરસાદની તીવ્રતા એટલી છે કે તે તમારી આસપાસના વિશ્વને ધીમું કરી શકે છે. કાર, લોકો, પ્રાણીઓ દરેકને મેઘાલયમાં કુદરતને નમન કરવું પડે છે.
અહીં બીજું શું છે?
એકવાર શિલોંગમાં, તમારે એલિફન્ટ ફોલ્સ તરફ જવું જોઈએ કે જે વીજળી જેવો અવાજ કરે છે.
5. પોંડિચેરી – ભારતમાં શ્રેષ્ઠ ચોમાસાના સ્થળો પૈકી એક
પોંડિચેરી, જેને પ્રેમથી પોન્ડી કહેવામાં આવે છે, તે તેના દરિયાકિનારા માટે પ્રસિદ્ધ છે, ચોમાસામાં આ કેન્દ્રશાસિત પ્રદેશની મુલાકાતથી તમે હૂંફાળા ક્ષેત્રો અને આસપાસના ડુંગરાળ પ્રદેશોનો આનંદ માણી શકો છો, જે હરિયાળી સાથે લિપ્ત છે.
મોનસૂન મેજિક
વરસાદમાં પોન્ડીઝ પ્રોમેનાદ બીચ માં ચાલતા, તમે બંગાળની ખાડીના મોજાઓથી તમે ભીંજાઈ જસો, જે દિવાલો ઉપર પાણી ઉડાડે છે. સોલેન ગ્રે, ભેજવાળા વાદળો કે જે આકાશમાં સૌથી નીચે હોય છે તે આ સિઝનમાં પોન્ડીમાં તમને જોવા મળશે. વરસાદમાં પોંડિચેરીની મુલાકાત લેવાનો બીજો ફાયદો એ છે કે ત્યાં બહુ ઓછા પ્રવાસીઓ છે. તેથી આગળ વધો અને દારૂ સાથે ઇન્ડો-ફ્રાન્સ વ્યંજનોનો આનંદ માણો, જ્યારે વરસાદ તમારી આજુબાજુ ધીમે ધીમે વરસી રહ્યો હોય. પોંડિચેરી ભારતમાં ચોમાસાના સ્થળોની યાદીમાં ટોચ પર છે.
અહીં બીજું શું છે?
જો તમને વેકેશન માં આરામ કરવાનું ગમે છે, તો ઓરોવિલે યુનિવર્સલ સિટીની સફર કરવી જરૂરી છે, જ્યાં તમે લીલા ઘાસની વચ્ચે ધ્યાન કેન્દ્રિત કરી શકો છો જ્યારે વાદળો આસપાસ હોય છે.
6. રાનીખેત, ઉત્તરાખંડ
રાનીખેત એક મોહક હિલ સ્ટેશન છે જે ઉત્તરાખંડ રાજ્યમાં આવેલું છે, જે તેના સુંદર કુદરતી સૌંદર્ય માટે જાણીતું છે. શાબ્દિક અર્થ ‘ક્વિન્સ મેડોવ’, અનોખું નગર નીચે લીલાછમ જંગલોમાં પાઇન વૃક્ષોના ભવ્ય દૃશ્યો આપે છે.
મોનસૂન મેજિક
ચોમાસું જયારે જંગલોમાંથી વાદળો આવતા હોય છે, તમે પહેલાં ક્યારેય ન જોયું હોય તેવા હિલ સ્ટેશનનો ચહેરો જોઈ શકો છો. આ સીઝનમાં લીલાછમ પહાડી ઢોળાવ પર ચાલવાથી તમને સ્વાસ્થ્યવર્ધક બનાવવાની ખાતરી આપે છે. ચોમાસા ની શરૂઆતમાં આ હિલ સ્ટેશનની મુલાકાત લો કારણ કે અહીં ભૂસ્ખલનનું જોખમ ભારે હોય છે જ્યારે ભારે વરસાદ પડે છે.
અહીં બીજું શું છે?
ભાલુ ડેમની સુંદરતા, હૈદખાન મંદિરની શાંતિ અને ઝુલા દેવીના 8 મી સદીના મંદિરનો આનંદ માણો.
7. વાયનદ, કેરળ
કોઝિકોડથી 70 કિલોમીટર દૂર આવેલું, વાયનાડ ચોમાસામાં ભારતની મુલાકાત લેવાનું શ્રેષ્ઠ સ્થળ છે. અને તેને દરેક કેરળના માર્ગ-નિર્દેશિકામાં આવરી લેવામાં આવે છે.
મોનસૂન મેજિક
મુસાફરોને ઓગસ્ટમાં આ હિલ સ્ટેશનમાં ખુબ ખુશી મળે છે કેમ કે ચોમાસાનો આનંદ માણવો કારણ કે અત્યારે અહીં સૌથી વધુ વરસાદ પડે છે અને આ હિલ સ્ટેશન ભારતમાં સૌથી વધુ વરસાદ પડતી જગ્યાઓમાંથી એક છે. ચાના બગીચા, કોફી, મસાલા, અને રબરના બગીચા, ઠંડા પવન સાથે તમને ટ્રેકિંગ જેવી સાહસોની પ્રવૃત્તિઓમાં સામેલ કરાવશે.
અહીં બીજું શું છે?
બાણાસુર હિલ ટ્રેક માટે જાઓ, એડક્કલ ગુફાઓની શોધખોળ કરો, ખાસ કરીને ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં કુરુવા ટાપુ અને વાયનડ ચાના બગીચા જોવા માટે જાઓ.
8. મુન્નર, કેરળ
ચોમાસામાં કેરળના મુન્નરની મુસાફરી વખતે ઝાકળમાં મસાલા વાવેતર અને ચા બગીચાઓ આપનું સ્વાગત કરે છે. મુન્નર ખરેખર ભારતમાં સૌથી સુંદર સ્થળો અને લોકપ્રિય હિલ સ્ટેશન છે.
મોનસૂન મેજિક
દરરોજ સવારે જાગતા જ તમને ઝાકળના બિંદુ જોવા મળશે જે ઝાડ ના પાંદડા પર આળસ ખાઈ ને નીચે પડતા હશે. આ હિલ સ્ટેશન એ ઓગસ્ટમાં સ્વર્ગથી ઓછું નથી. ઝાંખા દેખાતા ઊંચા પર્વતોના દૃશ્યો ચોક્કસપણે તમારા મનને શાંતિ આપશે. પ્રકૃતિ ની વચ્ચે જો તમે કેટલોક શાંત સમય ગાળવા ઈચ્છો છો, તો મુન્નર તરફ આગળ વધો.
અહીં બીજું શું છે?
ચોમાસામાં સૌથી ઓછી કિંમતે તમે આ તમામનો આનંદ લઈ શકો છો, કારણ કે તેને ઑફ સીઝન માનવામાં આવે છે.
9. ગોવા
લોકો સામાન્ય રીતે કહે છે કે તમારે ચોમાસામાં ગોવાની મુલાકાત ન કરવી જોઈએ. પરંતુ રાહ જુઓ, તે ભારતમાં ચોમાસાના શ્રેષ્ઠ સ્થળોની યાદી પર છે. ઉનાળા અને શિયાળાની શરૂઆતમાં મુસાફરી કરવા માટે સૂર્યનું ચુંબન કરતું આ રાજ્ય શ્રેષ્ઠ છે, જ્યારે વરસાદ દરમિયાન ગોવા તેવી જ રીતે ઉત્તમ હોઈ શકે છે. ચોમાસામાં માત્ર એટલું જ છે કે તમારે યોગ્ય સ્થાનો પાર જવાની જરૂર છે અને ત્યાંની પ્રવૃત્તિઓમાં તમારી જાતને ઉમેરી દો, જેનો આનંદ ફક્ત ચોમાસાની સિઝનમાં સારી રીતે લઇ શકાય તેમ છે.
મોનસૂન મેજિક
તમે ખાલી ચોમાસામાં ગોવાના દરિયાકિનારાઓનો આનંદ લઈ શકો છો તેમ નથી, પરંતુ પશ્ચિમ ઘાટ પર ટ્રેકિંગમાં પણ ભાગ લઈ શકો છો, જે તમને આનંદિત કરી શકે છે. તમારી જાતને ગોવાનું સુંદર સૌંદર્ય સમર્પણ કરવા તૈયાર રહો કારણ કે આ રાજ્યમાં ચોમાસામાં તમને આપવા માટે ઘણું બધું છે.
અહીં બીજું શું છે?
ચોમાસા દરમિયાન, તમે વન્યજીવન અભયારણ્યની મુલાકાત લઈ શકો છો, મસાલાના બગીચામાં હરિયાળીનો આનંદ માણી શકો છો, અને પ્રતિષ્ઠિત દૂધસાગર ધોધ જોવા માટે પ્રવાસ કરી શકો છો.
10. ચેરાપુંજી, મેઘાલય
જો તમને ગર્જના કરતા વાદળો અને અતિભારે વરસાદથી હેરાનગતિ ના થતી હોય, તો ચેરાપુંજી કરતાં તમારા માટે કોઈ વધુ યોગ્ય સ્થળ નથી. વિશ્વની બીજા ક્રમનું સૌથી ભેજવાળું સ્થળ હોવાનો રેકોર્ડ ધરાવનાર, મેઘાલયમાં આ જગ્યા તમને લીલીછમ ધરતી અને ટેકરીઓ આપે છે જેના પર ચડવું તમારા માટે એક અનોખો અનુભવ હશે. વિપુલ માત્ર માં હરિયાળી અને વૃક્ષ માંથી બનાવેલા પુલો તમને ચિત્રો લેવા માટે યોગ્ય સ્થળ આપશે.
અહીં બીજું શું છે?
વરસાદમાં મેઘાલય માં ચાનો એક કપ પીવાનું ભૂલશો નહીં, જે દાર્જિલિંગ ચાથી થોડી અલગ છે. ચોમાસામાં અન્ય સ્થળોએ જવું મજા હોઈ શકે છે, પરંતુ આ સિઝનમાં ચેરાપુંજીની યાત્રા એક અનોખી અને અવિસ્મરણીય યાત્રા સાબિત થઇ શકે છે.
ભારતમાં આ ચોમાસુ સ્થળોની મુસાફરી કરીને આ ચોમાસાને યાદગાર બનાવો. અમે બાંહેધરી આપીએ છીએ કે તમે તમારા બધા મિત્રો અને કુટુંબીજનોને તમારી સફર વારંવાર યાદ કરાવશો.