Menu
have us call you back!
Name*
E-mail address*
Phone number*

બાલીમાં હનીમૂનમાં જવા માટે 10 સૌથી રોમેન્ટિક સ્થળો

હનીમૂનની સ્વર્ગમાં ઉજવણી થવી જોઈએ. તમારે હનીમૂનના દિવસો એ રીતે પસાર કરવા જોઈએ કે તે દિવસો તમને જીવન દરમિયાન યાદ રહે. બાલી એક સ્થળ કે જે તમને સ્વર્ગનો અનુભવ આપી શકે છે. બાલીમાં હનીમૂન પર વિતાવેલી ક્ષણો લાંબા સમય સુધી યાદ રહે છે, કારણ કે તેઓ હનીમૂન પર પ્રકૃતિના ખોળામાં વિશ્વમાં સૌથી સુંદર જગ્યા માંથી એક બાલીમાં અદ્ભુત સમય ગાળે છે. બાલી હનીમૂન માટે યોગ્ય સ્થળ છે, જે લાંબી પદયાત્રા, દરિયાઈ જીવન, સુંદર ભૂમિ ના દ્રશ્યો અને સ્વાદિષ્ટ વાનગીઓ સાથે પરિચિત થવાની એક તક આપે છે. આ એક કારણ છે કે ઘણા નવા વિવાહિત લોકો તેમના રોમેન્ટિક હનીમૂન માટે બાલી પસંદ કરે છે. બાલીમાં ઘણા પ્રખ્યાત બીચ સાથે કેટલાક અજાણ દરિયાકિનારા છે. જો કે, બાલીમાં હનીમૂન પર ફરવા માટે અને અહીં શ્રેષ્ઠ સમય ગાળવા માટે ઘણું બધું છે!

હનીમૂન માટે બાલી પર જવા માટે કેટલાક સૌથી રોમેન્ટિક સ્થળ

1. ખૂબ વિશિષ્ટ ઉલુવતુ

આ જગ્યાને બાલેગાન અને સુલુબાન દરિયાકિનારા ભેગા મળીને ક્ષણો ગાળવા માટેનું એક શ્રેષ્ઠ સ્થળ બનાવે છે, જેને  બાલીના સૌથી સુંદર દરિયાકિનારા તરીકે ગણવામાં આવે છે. તમારા આવાસ પર કેટલીક રોમેન્ટિક ક્ષણો વિતાવો, દરિયા બાજુના સ્વિમિંગ પૂલમાં મજા કરો અને વિશેષ કેક ફાયર નૃત્ય જુઓ.

2. માઉન્ટ બતુરની ટોચ પર રોમાન્સ

બાલીના ટોચના આકર્ષણોમાં, માઉન્ટ બતુર એક સક્રિય જ્વાળામુખી છે જ્યાં સૂર્યોદય પર પ્રકૃતિની રોમેન્ટિક ક્ષણો ને  અનુભવ કરી શકાય છે, જે અસાધારણ છે. અનુપમ અને મનોરંજક, આ સાહસ તમારા શ્વાસ થંભાવી દેશે જયારે તમે   સુંદર ક્રેટર તળાવ, ગરમ ઝરણાં અને ટોચ પરથી અદભૂત વિહંગમ દ્રશ્યો જોશો. બેસાકી ટેમ્પલ અને ગુંગુંગ બુટુકુરુ રેસ્ટોરન્ટમાં ભોજન સાથે તમારી રોમેન્ટિક યાત્રા પૂર્ણ કરો.

3. મનોહર અને શાંત કાન્ગગુ

સૂર્યાસ્તમાં રોમેન્ટિક સવારી માત્ર ફિલ્મો માટે જ નથી; હકીકતમાં, બાલીમાં હનીમૂન કરનારાઓ માટે આ શ્રેષ્ઠ બાબત છે. તમારા સાથી સાથે બીચ પર ફરો, નદીની ખાડી પાર કરો, શાંતિપૂર્ણ ગામો અને ડાંગર ના ખેતરો સાથે ચાલો, મંદિરો અને ગુફાઓ જુવો, બાલિમાં હનીમૂન માટે મુસાફરી કરવાના શ્રેષ્ઠ સ્થળો, કાન્ગગુ ઉપલબ્ધ કરાવે છે. તમે થોડા ત્યાંના બની શકો છો અને ઘોડા પર સવારી કરી શકો છો.

4. વ્યસ્ત કૂટા

તમે અને તમારા સાથી વ્યસ્ત કુટામાં સમુદાય બજારો અને  નાઇટલાઇફ સાથે આનંદિત થાવ. દરિયાથી ઘેરાયેલા પર્વત પર તનાહ લોટના મંદિરમાં જઈને ક્યારેય ભૂલી ના શકાય તેવી યાદો મેળવો. કુટામાં ઉચ્ચ અને રોમાંચક નાઇટલાઇફ જુવો, જે પબ, બાર, અને રેસ્ટોરન્ટ્સમાં ફેલાયેલી છે. બાલીમાં હસ્તકલા, એક્સેસરીઝ, કપડાં અને સ્થાનિક વસ્તુઓની ખરીદી માટે કૂટા શ્રેષ્ઠ છે. જો કે, કૂટા હનીમૂન માટે બાલીમાં આવવા માટેનું એક અદભુત સ્થળ છે.

5. ખાસ ઉબુદ

અહીંના ખાસ અનુભવ, તમારો અને તમારા જીવનસાથીનો  ગામ નો પ્રવાસ, ઘરેણાં બનાવાની દુકાનો, કલા બજાર, નદી રાફ્ટિંગ અને વાંસ ક્રાફ્ટિંગ ની દુકાનો સાથે રાહ જોઈ રહ્યો છે. બિલી ટ્રી ફાર્મ પર ચોકલેટ ટૂર તમારા બાલી હનીમૂન પેકેજનું  મુખ્ય આકર્ષણ બની જશે.

6. લવિનાનું જૂનું ગામ

જો તમે અને તમારા પ્રિયજન ભીડમાંથી છટકવાનો પ્રયાસ કરી રહ્યાં છે અને પરંપરાગત બાલીના જીવનની ઝલક જોવા ની ઈચ્છા રાખો છો, તો પછી લોબીના પર અટકો. કરાવાર માં ગરમ ​​પાણીના ઝરણાં તમને ફરી જીવંત બનાવશે, અને ગિટ ગીટ ઝરણાંને જોવા માટે જંગલમાં જઈ શકો છો.

7. અત્યંત સુંદર મેનજંગન

બાલીમાં હનીમૂન પર મુસાફરી કરતા લોકો માટે મેનજંગન ફરવાની જગ્યાની યાદીમાં હોવું જોઈએ. પશ્ચિમ બાલી માં સ્થિત મેંજાનંગની આસપાસ સૌમ્ય સમુદ્ર, રંગીન કોરલ અને ગતિશીલ દરિયાઇ જીવન એક વિશાળ વિવિધતા સાથે આવેલું સંપૂર્ણ સ્વર્ગ છે. યુગલો આ સ્થળની ગોપનીયતા અને સુંદરતાનો આનંદ લઈ શકે છે કારણ કે તે અત્યંત એકાંત વાળું છે અને બાલીમાં શ્રેષ્ઠ બીચ હોવાનો દાવો કરે છે.

8. બાલીનું છેલ્લું રહસ્ય, પસીર પટિહ બીચ

આ બીચ તમને અને તમારા સાથીને તેની પ્રવાસન-મુક્ત, પ્રાચીન સફેદ રેતી સાથે વધુ રાહત આપશે. કાંદિદાસાથી માછીમારીની હોડી ભાડે લો અને આ સ્થળની સફર કરો અને ત્યાં તેની અનોખી વાનગીઓનો આનંદ માણો.

9. પ્રાચીન ક્રિસ્ટલ બે

બાલીમાં હનીમૂન પાર આવવા માટે આ સૌથી રોમેન્ટિક સ્થળ છે. નવ યુગલ માટે ક્રિસ્ટલ બે માં 64 ફુટની વૈભવી કેટમેરન પર મુસાફરી કરતી વખતે અતરંગ પળો માટે ઘણો શ્રેષ્ઠ સમય અને જગ્યા છે. તેને ભૂરા સ્વચ્છ પાણીને કારણે નામ આપવામાં આવ્યું છે. તમારા પ્રવાસમાં વધુ એક ક્ષણ નો ઉમેરો કરવા માટે કોરલ રિફની યાત્રા કરો.

10. બુકીત, અસહ બગબગ, કરંગસેમનું રહસ્યમહી સ્વર્ગ

અહીં એક પિકનિક ઉજવણી કરતાં વધુ બીજું સારું કંઈ નથી, અહીંયા ઝુકેલી – ઢળેલી ખડકો સમુદ્ર તરફ ઈશારો કરે છે. આ સ્થળ પિકનિક માટે સંપૂર્ણ વ્યવસ્થા પૂરી પાડે છે. પ્રેમીઓ માટે પરવાળાના ખડકો અને નાના ટાપુઓ, સૂર્યોદય અને સુંદર દ્રશ્યો હિંદ મહાસાગર માં આવેલા છે.  અને આ જગ્યા હનીમૂન માટે આદર્શ અને રોમેન્ટિક સ્થળ બને છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *