Menu
have us call you back!
Name*
E-mail address*
Phone number*

ભારતમાં મુખ્ય 5 વન્યજીવ અભયારણ્ય

ભારત, વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિની તેની ઊંચી વિવિધતા સાથે, લગભગ 515 વન્યજીવન અભયારણ્ય, પક્ષીઓની 1180 પ્રજાતિઓ, 350 સસ્તન પ્રજાતિઓ, 30000 જીવાત પ્રજાતિઓ, અને 15000 થી વધુ છોડની જાતોનું ઘર છે! આ બગીચાઓ અને અભયારણ્યોને નોંધ લેવા માટે આ યાદી ખૂબ મદદરૂપ થઇ શકે છે. તેથી, અહીં ભારતની ટોચની 5 વન્યજીવન અભયારણ્યની સૂચિ છે કે તમે આ અભ્યારણ્ય જોવાનું ચૂકી શકતા નથી!

ભારતમાં આ વન્યજીવ અભયારણ્યની મુલાકાત લેવી જોઈએ

1. કાઝીરંગા નેશનલ પાર્ક:

આ પ્રતિષ્ઠિત પાર્ક ખૂબ જ લાંબા સમય થી પ્રકૃતિ અને પ્રાણીઓના ઉત્સાહીઓને ખુશ કરવા માટે પ્રસિદ્ધ છે! ભારતમાં આસામના ગોલાઘાટ અને નાગાંવ જિલ્લામાં આવેલું ભારતનું શ્રેષ્ઠ વન્યજીવન અભયારણ્ય પૈકીનું એક કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન છે, જે વિશ્વના એક શિંગડાવાળા ગેંડાના 2/3 ભાગનું ઘર છે. ઘણી દુર્લભ પ્રજાતિઓના સુરક્ષિતકરણને કારણે તેને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવી છે. બ્રહ્મપુત્ર નદીની આસપાસ 858 ચો.કી.મી.માં ફેલાયેલ આ પાર્ક હાથી, જંગલી પાણીની ભેંસ અને સ્વેમ્પ હરણની મોટી સંખ્યા ધરાવે છે. બર્ડલાઇફ ઇન્ટરનેશનલ દ્વારા તેને એક મહત્વપૂર્ણ પક્ષી ક્ષેત્ર તરીકે પણ ઓળખવામાં આવ્યું છે. જો કે, પાર્ક 1 મે થી 31 ઓક્ટોબર સુધી બંધ રહે છે. તેથી, તદનુસાર તમારી મુલાકાતની તારીખોની યોજના કરો, તો તમે નિરાશ નહિ થાવ!

શ્રેષ્ઠ સમય: નવેમ્બર-એપ્રિલ કાઝીરંગા નેશનલ પાર્ક

2. જિમ કોર્બેટ પાર્ક:

પ્રોજેક્ટ ટાઇગર હેઠળ આવેલો સૌ પ્રથમ, બંગાળ ટાઇગરને બચાવવા માટે પહેલ કરાયેલો, જિમ કોર્બેટ નેશનલ પાર્ક ભારતનું સૌથી જૂનું વન્યજીવન અભયારણ્ય છે! આ પાર્ક 520 ચો.કિ.મી.થી વધારે વિસ્તારમાં ફેલાયેલો છે, તેમાં 110 વૃક્ષની જાતિઓ, સસ્તન પ્રાણીઓની 50 પ્રજાતિઓ, 650 પક્ષીઓની જાતિઓ અને 25 સરીસૃપ પ્રાણીઓ છે. ઉદ્યાનનું મુખ્ય ધ્યાન વન્યજીવનનું રક્ષણ છે, પરંતુ રિઝર્વ મેનેજમેન્ટ દ્વારા ઇકો ટુરીઝમને પણ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. મુસાફરી માટે, પાર્કમાં ત્રણ સફારી ઝોન છે: ઝરિના, બિરજાની અને દ્હાકાલા. તમારો કાર્યક્રમ ની તૈયારી કરો અને દરેક સીઝનમાં પાર્કમાં આવનારા 70,000+ મુલાકાતીઓ સાથે જોડાઓ!

શ્રેષ્ઠ સમય: માર્ચ થી જૂન

3. ગીર ફોરેસ્ટ નેશનલ પાર્ક અને વન્યજીવન અભયારણ્ય:

સિંહના નિશાન ઓળખી કાઢવા અને એશિયાઇ સિંહને તેમની ભવ્યતામાં જોવા માટે રોમાંચિત થઇ જાવ. 1965 માં સ્થપાયેલ, ગીર ફોરેસ્ટ નેશનલ પાર્ક 1412 ચોરસ કિ.મી.નો કુલ વિસ્તાર ધરાવે છે. આ પાર્ક એશિયાઇ સિંહનું વિશિષ્ટ ઘર છે અને તેને સૌથી મહત્વપૂર્ણ, સુરક્ષિત વિસ્તારોમાં ગણવામાં આવે છે. આ પાર્ક સાસણ-ગીર તરીકે પણ ઓળખાય છે, તે ગુજરાતમાં તલાલા, ગીર નજીક સ્થિત છે. ભવ્ય સિંહો સિવાય, તે ચિત્તો, રીંછ, સોનેરી શિયાળ, સાંબર, ચિંકારા અને ઇન્ડિયન કોબ્રાનું ઘર છે. તેમાં સસ્તન પ્રાણીઓની 38 પ્રજાતિઓ, પ્રાદેશિક પક્ષીઓ ની 300 પ્રજાતિઓ, સરિસૃપની 37 પ્રજાતિઓ અને 2000 કરતાં વધુ જંતુઓની જાતો છે! તમારી મુલાકાત પહેલાં અમે તમને જંતુ માટેની દવાઓ લઇ જવાની સલાહ આપીશું કેમ કે આ પાર્ક જીવડાંથી ભરપૂર છે.

શ્રેષ્ઠ સમય: નવેમ્બર-મે

4. ગ્રેટ હિમાલયન નેશનલ પાર્ક:

ગ્રેટ હિમાલયન રાષ્ટ્રીય ઉદ્યાનની સફર લેવા માટે આપણી પાસે મહત્વનું કારણ 1500-6000 મીટરની ઉંચાઈ પર સ્થિત હોવું તે છે! આ પાર્કની સ્થાપના 1984 માં હિમાચલ પ્રદેશના કુલ્લુ પ્રદેશમાં થઈ હતી. તે 1171 ચો.કિ.મી. વિસ્તારમાં ફેલાયેલો છે, અને 375 કરતાં વધુ પ્રાણીસૃષ્ટિની પ્રજાતિઓ અને વિવિધ વનસ્પતિ પ્રજાતિઓનું ઘર છે. જૂન 2014 માં વર્લ્ડ હેરિટેજ સાઇટ્સની યુનેસ્કોની યાદીમાં પાર્ક ઉમેરવામાં આવ્યું. આ પાર્ક વિશે શ્રેષ્ઠ એ છે કે તમે સ્નો લેપર્ડ (હિમ ચિતો) જોઈ શકો છો, અને હિમાલયને તેના મૂળ સૌંદર્યમાં જોઈ શકાય છે!

શ્રેષ્ઠ સમય: એપ્રિલથી જૂન અને ઓકટોબર-નવેમ્બર

5. સુંદરવન નેશનલ પાર્ક:

આ રાષ્ટ્રીય ઉદ્યાન અનોખું છે, તે બે દેશો, બાંગ્લાદેશ અને ભારતમાં ફેલાયેલું છે. સુંદરવન નેશનલ પાર્ક યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરાયેલું છે કારણ કે તેમાં ગાઢ મેન્ગ્રોવ જંગલો આવેલા છે. આ જીવંત જંગલ તમને જંગલી બિલાડીઓ, મગરો, સાપ, ઉડતા શિયાળ, જંગલી ડુક્કર, અને પેંગોલીન જેવી પ્રજાતિઓ ને જોવાંનો આહલાદક અનુભવ આપે છે. રોયલ બેંગાલ ટાઇગર માટે સૌથી મોટા અભ્યારણ્ય માંથી એકનો આનંદ માણો અને તમે ચોક્કસપણે વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિની વિવિધતાથી આશ્ચર્ય પામશો!

શ્રેષ્ઠ સમય: સપ્ટેમ્બર-માર્ચ

હવે તમારી પાસે ભારતના શ્રેષ્ઠ વન્યજીવન અભયારણ્યની સૂચિ છે, તમારા માટે આ પાર્કની સફર કરવી અને તમારી જંગલી ટારઝનની કલ્પનાઓમાં વ્યસ્ત રહેવું કેવું રહેશે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *